-----------------------------------------------------------------
- આવકનો દાખલો સરકારી કામકામ માટે ખુબજ અગત્યનો પુરાવો છે.
- હાલના સમયમાં તમામ કામ માટે આવક નો દાખલો જરૂરી છે.
- આયુષ્માન કાર્ડ બનાવવા, પી.એમ. આવાસ યોજના માટે, વિધવા સહાય, વ્હાલી દિકરી યોજના, RTE (Right to Education) યોજના માટે જેવા તમામ કામ માટે આવકનો દાખલો ખુબ જ ઉપયોગી છે.
- હાલમાં આવકના દાખલાની સમયમર્યાદા ૩ વર્ષની સરકારશ્રી ધ્વારા નક્કી કરવામાં આવી છે.
- જો આપ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવ તો આપનો દાખલો ગ્રામ પંચાયત અથવા તાલુકા પંચાયતમાંથી નિકળી જશે.
- જો આપ શહેરી વિસ્તારમાં રહેતા હોવ તો આપનો દાખલો આપને લાગુ પડતી મામલતદાર કચેરીમાંથી નિકળી જશે.
ગ્રામ પંચાયતમાંથી દાખલો મેળવવાની સરળ રીત
- સૌપ્રથમ ગ્રામ પંચાયતનો દાખલો મેળવવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે તેની માહિતી મેળવી લઈએ.
- હવે ગ્રામ પંચાયતમાંથી આવકનો દાખલો મેળવવા માટે જરૂરી ફોર્મ ડાઉનલોડ કરીને એની એક આગળ-પાછળ પ્રિન્ટઆઉટ કરી લઈએ.
(૧) પાસપોર્ટ સાઇઝ ફોટા-૨
(૨) આધારકાર્ડ અને ચુંટણીકાર્ડ
(૩) રેશનકાર્ડ (આધારકાર્ડના સરનામાનું ફરજીયાત)
(૪) લાઈટબીલ (નવું છેલ્લા ૩ મહિના સુધીનું)
(૫) વેરાબીલ (ચાલુ વર્ષનો વેરો ભરેલ હોવું જરૂરી)
(૬) મકાન ભાડે હોય તો ભાડાકરાર
(૭) સોસાયટી અથવા ફળિયાનાં ૩ (ત્રણ) સાક્ષીના આધારકાર્ડ (અલગ-અલગ અટકવાળી વ્યક્તિના)
ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહિં ક્લીક કરો.
Self Declaration Form ડાઉનલોડ કરવા માટે : અહિં ક્લીક કરો.
મામલતદાર માંથી દાખલો મેળવવાની સરળ રીત
0 Comments